Saurashtra University

Saurashtra University

પીએચ.ડી.મેરીટ કમ એન્ટ્રન્સ પરીક્ષા–૨૦૨૧

પરીક્ષા સંબંધી સૂચનાઓ

1 પ્રવેશ યોગ્યતા:- ઓપન કેટેગરીના ઉમેદવારના અનુસ્નાતક પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૫% ગુણ(ગ્રેસિંગ સિવાય) તેમજ SC, ST, SEBC (નોન ક્રીમીલેયર) તથા દિવ્યાંગ (PH) ઉમેદવારો ને ૫૦% ગુણ(ગ્રેસિંગ સિવાય) જરૂરી છે.
2 પીએચ.ડી. મેરીટ કમ પ્રવેશ પરીક્ષા સબંધિત માહિતી સમયાંતરે વેબસાઈટ પર પ્રસિદ્વ કરવામાં આવશે. ઉમેદવારોએ વેબસાઈટ https://phd.sauuni.ac.in ના સંપર્કમાં રહેવું.
3 જે ઉમેદવારોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D.ની પદવી પ્રાપ્ત કરવી હોય તે દરેક ઉમેદવારે Ph.D.મેરીટ કમ એન્ટ્રન્સ પરીક્ષા ૨૦૨૧ આપવી ફરજિયાત છે.
4 જે ઉમેદવારોએ UGC NET(including JRF)/UGC-CSIR(including JRF)/SLET/GATE/GPAT/Teacher Fellowship Holders/M.phil. પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારોએ મેરીટ પરીક્ષા આપવાની રહેશે. અન્ય ઉમેદવારોએ એન્ટ્રન્સ પરીક્ષા આપવાની રહેશે.
5 મેરીટ બેઇઝ પરીક્ષા આપનાર ઉમેદવારોને ૫૦% ગુણ ક્વોલીફાયિંગનો નિયમ લાગુ પડતો નથી.UGC NET(including JRF)/ UGC-CSIR NET (including JRF )/ SLET/ GATE/GPAT/ Teacher Fellowship Holders/M.Phil ધારક ઉમેદવાર ઈચ્છે તો પી.એચ.ડી પ્રવેશ પરીક્ષા આપે તો તેને પ્રવેશ પરીક્ષાના નિયમો લાગુ પડશે. આ ઉમેદવારોને ૫૦% ગુણ ક્વોલીફાયિંગનો નિયમ લાગુ પડશે.
6 જે ઉમેદવારોએ મેરીટ પરીક્ષા અને પ્રવેશ પરીક્ષા આપી છે અને લાયક(Qualified) થયા છે તેવા તમામ ઉમેદવારોએ DRC ની પ્રક્રિયામાં હાજર રહેવું ફરજિયાત છે.
7 પીએચ.ડી. પ્રવેશ અન્વયે જે વિધાર્થીઓને Life Time Eligibility કે અન્ય મુદત માટે સર્ટીફીકેટ આપેલ છે. પરંતુ હજુ સુધી પીએચ.ડી. કોર્સ માટે જેમની પસંદગી થયેલ નથી તેવા વિધાર્થીઓ ઈચ્છે તો DRC માં ઉપસ્થિત રહી શકે છે. આ માટે વધુમાં વધુ (૨) DRC સુધી તક આપવામાં આવશે. આ વિધાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષાના ૭૦% લેખે ૪૨ ગુણ ગણવાના રહેશે.
વર્ષ ૨૦૨૦-૨૧ ની પરીક્ષામાં નિયમાનુસાર પાસ થનાર વિધાર્થીને DRC માં ઉપસ્થિત રહેવા માટે કુલ ત્રણ તક આપવામાં આવશે. આ પ્રકારના વિધાર્થીએ વેબસાઈટમાં જઈને Previous Students ના Menu માં Click કરી ફોર્મ ભરવાનું રહેશે. આ પ્રકારના ઉમેદવારોએ DRC પૂર્વે જે તે ભવનમાં અરજી સાથે પોતાના બધા પ્રમાણપત્રો અને સંશોધનની દરખાસ્ત જમા કરાવવાની રહેશે.
જો વિધાર્થીને આ ગુણ ગ્રાહય ન હોય તો તેવા ઉમેદવારે ૨૦૨૧ – પીએચ.ડી. મેરીટ કમ પ્રવેશ પરીક્ષા આપી શકે છે. તેમાં જે પરિણામ આવે તે માન્ય રહેશે. આ માટે વિધાર્થીએ નવેસરથી પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે.
8 ઉતીર્ણ ઉમેદવારોના પ્રવેશ પરીક્ષામાં મેળવેલ ગુણના ૭૦% ગુણ ગણતરીમાં લેવાશે.
પીએચ.ડી. પ્રવેશની આખરી યાદી યુજીસીના નિયમ મુજબ ઉમેદવારોએ મેળવેલ મેરીટ ક્મ પ્રવેશ પરીક્ષાના ૭૦% ગુણ + ડીઆરસીના ૩૦% ગુણ મુજબ તૈયાર કરવામાં આવશે.
9 આ પરીક્ષાના પ્રવેશપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ https://phd.sauuni.ac.in પરથી તા. 09/09/2021 ના રોજ બપોરના ૧૨:૩૦ વાગ્યાથી થી તા.21/09/2021 સુધી ઓનલાઈન ભરી શકાશે.
10 પીએચ.ડી.માં એક થી વધુ વિષય માટે અરજી કરી શકશે નહિ. જે વિષયમાં ખાલી જગ્યા દર્શાવવામાં આવેલ છે, તે જ વિષયની પરીક્ષા લેવામાં આવશે.
11 અધુરી વિગતોવાળા આવેદનપત્રો તેમજ આવેદનપત્રોમાં જો ખોટી માહિતી આપવામાં આવેલ હશે તો તે આવેદનપત્રો રદ થવાને પાત્ર રહેશે.
12 રજિ.કોડ અને પાસવર્ડ તમારા નોંધયેલા ઈમેઈલ અને મોબાઈલ નંબર ઉપર મોકલવામાં આવશે.
13 ઉમેદવારી પત્ર સબમિટ કર્યા પછી તેનું પ્રિન્ટ અવશ્ય લેવું.
14 કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે [email protected] ઉપર ઈમેઈલ કરવાનો રહેશે જેમાં રજિ.કોડ, નામ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેઈલ જરૂરથી દર્શાવવો. વિધાર્થીને ફરિયાદ હોય તો બે દિવસમાં જાણ કરવાની રહેશે.
15 આ પરીક્ષા દર્શાવેલા સમય પ્રમાણે કોમ્પ્યુટર બેઈઝ કેન્દ્રિય પધ્ધતિએ ગોઠવવામાં આવશે.
16 પીએચ.ડી. મેરીટ ક્મ પ્રવેશ પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રકારનો આખરી નિર્ણય લેવાની સત્તા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રહેશે.
17 આવેદનપત્રથી રકમ તમારા બેંક એકાઉન્ટમાંથી ઉધારાઈ ગઈ હોય પરંતુ વેબસાઈટમાં પેમેન્ટ નથી થયું તેવું દર્શાવે તો થયેલ પેમેન્ટના આધાર સાથે ઈમેઈલ [email protected] ઉપર સંપર્ક કરવો.
18 ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે પેઈજ રીફ્રેશ કરવું નહિ, બીજીવાર ચુકવણું કરવું નહિ.
19 પ્રવેશ પરીક્ષા માટેનો વિષયવાર અભ્યાસક્રમ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
20 પીએચ.ડી. મેરીટ ક્મ પ્રવેશ પરીક્ષાની સંભવિત તારીખ 09/10/2021 અને 10/10/2021 રહેશે.
વિધાર્થીઓના બેઠકનંબર, પરીક્ષા કેન્દ્રનું સ્થળ અને સમય https://phd.sauuni.ac.in વેબસાઈટ ઉપર ટૂંક સમયમા પ્રસિધ્ધ કરવામાં આવશે.
પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાને લગતી માહિતી વખતોવખત વેબસાઈટ પર મૂકવામાં આવશે. ફોન દ્વારા, રૂબરૂ કે અન્ય કોઈ રીતે માહિતી મળશે નહિ. આથી સમયાંતરે વેબસાઈટ જોતા રહેવું જો કોઈપણ કારણસર ઉમેદવાર પ્રવેશ પરીક્ષામાં અનુઉપસ્થિત રહેશે તો કોઈપણ પ્રકારની રજૂઆત અંગે વિચારી શકાશે નહિ.
21 જરૂરી ડોકયુમેન્ટ માત્ર PDF ફોરમેટમાં અપલોડ થઈ શકશે,જેની સાઈઝ 1MB થી ઓછી હોવી જોઈએ.
22 અરજીપત્ર તથા પ્રવેશ પરીક્ષાની હોલટિકિટ તૈયાર થાય તેની હાર્ડકોપી પોતાની સાથે રાખવા.
23 ઉમેદવારોને મળતી કોઈપણ પ્રકારની સ્કોલરશીપ માટે જયારે ઉમેદવારોની સંશોધક તરીકે નોંધણી થાય ત્યારે તેમના માર્ગદર્શકશ્રી જે સંસ્થામાં હોય તે સંસ્થા પાસે મળવાપાત્ર સ્કોલરશીપમાં નીતિ-નિયમોને અનુરૂપ માન્યતા ન હોય તો આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જવાબદારી રહેશે નહિ.
24 પીએચ.ડી.પ્રવેશ – ૨૦૨૧-૨૨ મેરીટ કમ એન્ટ્રેન્સ પરીક્ષાની ફી રૂ.૫૦૦/- છે.(ફી પરત મળવાપાત્ર નથી.)
ફોર્મ ભરતી વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રેગ્યુલર અભ્યાસક્રમના જે વિધાર્થીએ અનુસ્નાતક અભ્યાસક્રમમાં વર્ષ-૨૦૧૦ અને ત્યારબાદ પ્રવેશ મેળવેલ છે, તેઓએ માર્કશીટમાં દર્શાવેલ એનરોલમેન્ટ/રજિસ્ટ્રેશન/એનલિસ્ટમેન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ અભ્યાસક્રમના વિધાર્થીએ વર્ષ ૨૦૧૬ અને ત્યારબાદ પ્રવેશ મેળવેલ છે, તેઓએ માર્કશીટમાં દર્શાવેલ રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો રહેશે.
અન્ય વિધાર્થીઓને ઉપરોક્ત બાબત લાગુ પડતી નથી તેઓએ તેમનું ફોર્મ પૂર્ણ ભરવાનું રહેશે.
25 પીએચ.ડી.પ્રવેશ પરીક્ષાનું પાસિંગ ધોરણ:
જનરલ કેટેગરીના વિધાર્થીઓએ પીએચ.ડી. એન્ટ્રન્સ પરીક્ષામાં ૫૦% ગુણ તેમજ SC/ST/SEBC(નોન ક્રીમીલેયર)/દિવ્યાંગ (PH) વિધાર્થીઓએ ૪૫% ગુણ મેળવેલ હોવા જોઈએ.
(પ્રવેશ પરીક્ષામાં પુનઃમૂલ્યાંકન (રી-એસેસમેન્ટ) (રી-ચેકિંગ) ની જોગવાઈ નથી.
26 પ્રશ્નપત્રનુંમાળખું:
 • પ્રશ્નપત્ર કુલ ૧૦૦ ગુણનું રહેશે.પ્રશ્નપત્ર કુલ ૧૦૦ પ્રશ્નોનું રહેશે. પ્રત્યેક પ્રશ્ન નો ૧ ગુણ રહેશે.
 • પ્રશ્નો MCQ પ્રકારના રહેશે.
 • પ્રશ્નપત્રના ૧૦૦ પ્રશ્નોમાંથી ૫૦ પ્રશ્નો રિસર્ચ મેથોડોલોજી અને ૫૦ પ્રશ્નો વિષય સંબધિત રહેશે.
 • નકારાત્મક ગુણાંક રાખેલ નથી.
 • પરીક્ષાનો સમયગાળો ૧૨૦ મિનિટનો રહેશે.

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષય સંબંધિત પ્રશ્નો તે જ ભાષામાં રહેશે, અને મેડીકલ ફેકલ્ટીના તેમજ સાયન્સના (વિજ્ઞાન), મેનેજમેન્ટ અને ફાર્મસીમાં પ્રશ્નપત્ર અંગેજી માધ્યમમાં રહેશે. અન્ય વિષયોમાં પ્રશ્નપત્રો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં રહેશે.

27 ઉમેદવારે DRC પ્રવેશ સમયે નીચે જણાવેલા પ્રમાણપત્ર તથા તેની સ્વપ્રમાણિત નકલ તે સમયે દર્શાવેલી તારીખ સુધીમાં રજૂ કરવાના રહેશે. અન્યથા અરજીપત્ર રદ ગણાશે.
 1. આર્થિક પછાત વર્ગ (EWS) પ્રમાણપત્ર
 2. એસ.સી./એસ.ટી./ઓ.બી.સી.(નોનક્રિમિલેયર)
 3. દિવ્યાંગ (PH)
 4. એમ.એ./એમ.કોમ./એમ.એસ.સી./એમ.ફીલ. તેમજ અન્ય અનુસ્નાતક કક્ષાનાં ગુણપત્રકો
 5. UGC JRF/NET/SET/GATE/GPAT પ્રમાણપત્ર
 6. આધારકાર્ડ
28 For any kind of admission form realted queries, kindly contact at Email: [email protected]
29 1st Amenddment dated 27-08-2018
2nd Amenddment dated 16-10-2018
Life Time Eligibility validity Circular
MPhil PhD Regulations 2016

Steps for Online Registration:

 • Step 1: Online Registration
 • Step 2: Verification of email address
 • Step 3: Payment of Application Fees (Rs. 500/-)
 • Step 4: Filling Application form
 • Step 5: Uploading necessary documents.
 • Step 6: Print out of the application.


Proceed for Registration 

© 2021; Saurashtra University. All Rights Reserved