Saurashtra University, Rajkot
Home
Login
Registration
Contact
શૈક્ષણીક વર્ષ- ૨૦૨૪-૨૫ માટે ખાલી જગ્યાઓ પર Ph. D. એડમીશનની માર્ગદર્શિકાઓ (બીજો રાઉન્ડ):
શૈક્ષણીક વર્ષ- ૨૦૨૪-૨૫ માટે જે તે વિષય માં પ્રથમ રાઉન્ડ ના અંતે રહેલી ખાલી જગ્યાઓ પર Ph. D. પ્રવેશ માટે નીચે મુજબના વિદ્યાથીઓ લાયક ગણાશે:
ભૂતકાળ માં UGC- NET JRF/ CSIR-JRF પાસ કરેલ હોય
ભૂતકાળ માં UGC-NET કે GSET પાસ કરેલ હોય
ભૂતકાળ માં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા લેવાયેલ PET પરીક્ષા પાસ કરેલ હોય અને તા: ૩૧-૧૨-૨૦૨૪ સુધીની માન્યતા (Validity) ધરાવતા હોય.
પ્રથમ રાઉન્ડના અંતે જે તે વિષયમાં રહેલી ખાલી જગ્યાઓની યાદી આ સાથે પરિશિષ્ટ-૧ થી મુકેલ છે.
સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના Ph.D. Admission -૨૦૨૪-૨૫ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રકિયા આગામી તા: ૦૬-૦૧-૨૦૨૫ સવારે ૧૦.૩૦ કલાક થી તા: ૧૫-૦૧-૨૦૨૫ ના રોજ સુધી કરી શકાશે.
ઉપરોક્ત (૧). મુજબના જે વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર વર્ષ- ૨૦૨૪-૨૫ માટે Ph.D. એડમીશન માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે અને વર્ષ- ૨૦૨૪-૨૫ માટે Ph. D. એડમીશન મળેલ નથી તેવા વિદ્યાર્થીઓએ જો પ્રથમ રાઉન્ડ માં રૂ. ૧,૫૦૦/૦૦ ફી ભરી હોય તો કોઈ ફી ભરવાની નથી. પરંતુ જે કોઈ વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડ માં રૂ. ૧,૫૦૦/૦૦ ફી ભરી ન હોય તો રૂ. ૮૦૦/૦૦ Ph.D. Admission પ્રોસેસ ફી ભરવાની રહેશે. આ ઉપરાંત આવા વિદ્યાથીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના Ph.D. Admission -૨૦૨૪-૨૫ પોર્ટલ પર અચૂક રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. અને તમામ જરૂરી સર્ટીફીકેટસ અપલોડ કરવાના રહેશે.
ઉપરોક્ત (૧). મુજબના જે વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર વર્ષ- ૨૦૨૪-૨૫ માટે Ph.D. એડમીશન માટે રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેવા વિદ્યાર્થીઓ પણ ખાલી રહેલ જગ્યાઓ પર પ્રવેશ માટે લાયક ગણાશે. આવા વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના Ph.D. Admission -૨૦૨૪-૨૫ પોર્ટલ પર અચૂક રજીસ્ટ્રેશન રૂ.૧,૧૦૦ (૩૦૦ GCAS રજીસ્ટ્રેશન ફી તથા ૮૦૦ Ph.D. Admission પ્રોસેસ ફી) ભરીને કરાવવાનુ રહેશે. અને તમામ જરૂરી સર્ટીફીકેટસ અપલોડ કરવાના રહેશે.
જે વિદ્યાર્થીઓએ UGC-JRF/CSIR-JRF પાસ કરેલ છે તેવા જ વિદ્યાર્થીઓ DRC માટે સીધાજ લાયક ગણાશે. તેમને મેરીટ માટે ૭૦% અને ૩૦% નું ધોરણ લાગુ પડશે નહિ. માત્ર DRC ના ૩૦% ગુણાંકન ને મેરીટ માટે UGC ના નિયમ મુજબ ૧૦૦% માં પરીવર્તન કરવાનું રહેશે. અને પ્રવેશ પાત્ર ગણવાના રહેશે.
જે વિદ્યાર્થીઓએ UGC-NET- GSET કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા લેવાયેલ PET પરીક્ષા પાસ કરેલ હોય અને તા; ૩૧-૧૨-૨૦૨૪ સુધીની માન્યતા (Validity) ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓના ના પરીણામ પત્રક માં જો માર્કસ દર્શાવેલ હશે તો તેના આધારે પ્રવેશ ના મેરીટ માટે ૭૦% અને ૩૦% નું ધોરણ લાગુ પડશે.
જે વિદ્યાર્થીઓએ UGC-NET- GSET કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા લેવાયેલ PET પરીક્ષા પાસ કરેલ હોય અને તા: ૩૧-૧૨-૨૦૨૪ સુધીની માન્યતા (Validity) ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓના ના પરીણામ પત્રક માં જો માર્કસ દર્શાવેલ નહિ હોય તો તેમને પણ પ્રવેશ ના મેરીટ માટે ૭૦% અને ૩૦% નું ધોરણ લાગુ પડશે. આ માટે સામાન્ય કેટેગરી ના વિદ્યાર્થીઓ માટે UGC-NET/ GSET કે સૌ. યુનિ. PET ના ગુણ ૫૦ અને અનામત કેટેગરી ના વિદ્યાર્થીઓ માટે UGC-NET/ GSET કે સૌ. યુનિ. PET ના ગુણ ૪૫ ગણવાના રહેશે.
ઉપરોક્ત (૧). મુજબના જે વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના Ph.D. Admission -૨૦૨૪-૨૫ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમણે પોતાના રજીસ્ટ્રેશનના ફોર્મ ની પ્રિન્ટ લેવાની રહેશે. પ્રિન્ટ ની નકલ, તમામ જરૂરી સર્ટીફીકેટસ અને સંશોધન દરખાસ્ત (Research Proposal) ની પાંચ નકલ જે તે વિષય ના ભવનમાં અને જે વિષય ના ભવન નથી તે વિષય જેવા કે Performing Arts-Vokal અને Political Science માટે PGTR વિભાગ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી મેઈન બિલ્ડીંગ માં તા: ૧૬-૦૧-૨૦૨૫ થી તા: ૧૭-૦૧-૨૦૨૫ સુધીમાં ઓફીસ સમય દરમિયાન રૂબરૂ તમામ જરૂરી ઓરીજીનલ સર્ટીફીકેટસ સાથે હાજર રહીને અપલોડ કરેલ સર્ટીફીકેટસ ચકાસણી કરાવીને જમા કરવાના રહેશે. જે વિદ્યાર્થીઓ અપલોડ કરેલ સર્ટીફીકેટસ ચકાસણી માટે હાજર નહિ રહે તો પ્રવેશ માટે હક્કદાર રહેશે નહિ.
યુનીવર્સીટીના Ph.D. Admission -૨૦૨૪-૨૫ માટે જે તે વિષયની DRC ની સંપૂર્ણ માહિતી હવે પછી યુનીવર્સીટીની વેબસાઈટ પર મુકવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓએ નિયમિત રીતે વેબસાઈટ જોતા રહેવું. કોઈને પણ વ્યક્તિગત લેખિત રીતે જાણ કરવામાં આવશે નહિ.
જો કોઈ વિદ્યાર્થી બે વિષયમાં અનુસ્નાતક ડીગ્રી ધરાવતા હોય તો તેઓએ માત્ર એકજ અનુસ્નાતક વિષયમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.